main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Sunday, May 26, 2019

ધોરણ 6 થી 8 કવિતાઓ

અહીં ધોરણ 6 થી 8 માં ઉપયોગી થાય એવી કવિતાઓનો સંગ્રહ એમપીથ્રી(MP3) સ્વરૂપે મૂકવામાં આવ્યો છે આપને શિક્ષણ કાર્ય માં જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરી શકો છો.

ધોરણ-1 થી 8 ની તમામ  કવિતાઓ રાગ-તાલ અને સૂર સાથે ડાઉનલોડ કરવા  

 વૃક્ષોનો વાસ રહેવા દો
ગુજરાતીમાં કવિતાઓ મેળવવા માટે

વનમાં વૃક્ષોનો વાસ રહેવા દો
તળાવ-ઝરણામાં શ્વાસ રહેવા દો

વૃક્ષ હોય છે વસ્ત્ર જંગલના
ઝૂંટવો નહી આ પોશાક રહેવા દો

વૃક્ષ પર માળો છે પક્ષીનો
તોડશો નહી આ નિવાસ રહેવા દો

વૃક્ષ-છોડ ચિરાગ છે વનના
વનમાં બાકી ઉજાસ રહેવા દો

વન વિલક્ષણ વિદ્યા છે કુદરતની

વૃક્ષોનો વાસ રહેવા દો  .

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

 દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય
દીકરી મારી લાડકવાયી
એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર

 ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપ માં તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી

 કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પ પ પગલી ચલાવતા બાપ નું હૈયું ઝૂમે
 દીકરી મારી લાડકવાયી
દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર

 હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાં ની રેશમી રજાઈ તને હું ઓઢાડું
દીકરી મારી લાડકવાયી
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર

 દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર




વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે

સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે

વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે

સમ દ્રષ્ટીને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે

જીહ્વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે

રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે

વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે

ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે


-નરસિંહ મહેતા
માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને
ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કાલિન્દીના  જલ  પર  ઝૂકી પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં વેણુ વાતા'તા વનમાળી
લહર વમળને કહે
વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ  ક્યાંય નથી મધુવનમાં

કોઈ ન માગે દાણ  કોઈની આણ ન વાટે ફરતી
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી
નંદ કહે જશુમતીને
માતા વ્હાલ  ઝરે  લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

શિર પર ગોરસ મટુકી
મારી વાટ ન કેમે ખૂટી
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી
કાજળ કહે આંખોને
આંખો વાત  વહે અંશુવનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
- હરીન્દ્ર દવે
હવે છપ્પનની છાતી દેખાણી.
અવળા આતંકીને ભોં-ભેગા કરવાની સવળી આ રીત અમે માણી;
હવે છપ્પનની છાતી દેખાણી.

વરસોથી લૂંટાતા, પિંખાતા, ચૂંથાતા લોકોની પડખે ઊભા છો,
આકરા છતાંય ખૂબ ચોક્કસ મનસૂબા લઈ આવેલા પહેલાં સૂબા છો,
ઊછરતી, સળવળતી, ઊકળતી લાગણીને  સૂપેરે કેવી પિછાણી!
હવે છપ્પનની છાતી દેખાણી.

ખુન્નસથી ખળખળતા લાખ્ખો જવાનોના પગમાં લગાવી'તી બેડી,
છુટ્ટો જરાક દોર આપ્યો તો જોયું ને કેવી મુસાફરી ખેડી!
દુશ્મનના ભાગે તો કોઠીમાં મોં ઘાલી રહ્યું રોવાનું પોક તાણી;
હવે છપ્પનની છાતી દેખાણી.

આજરોજ તારીખ :5 /8 /2019 ના રોજ જમ્મુ કાશ્મીર માં થી કલમ 370 નાબૂદ કરતાં તુષાર શુક્લ એ લખેલ ગીત કાવ્ય
સાહેબે સાફ કરી નાખ્યા
તિરંગો ઓઢીને સૂતા જવાનોને
આપી સલામી આજ સાચી
મનાવે દેશ આખો દીવાળી આજ
અને હૈયે હૈયું રહ્યું છે નાચી
ભારતમાતા તણા પાલવ પર લાગેલા
ડાઘાને આજ ધોઇ નાખ્યા .
સાહેબે સાફ કરી નાખ્યા.

માતાના માથા પર બેસીને રમવાનો
છોરુને દીધો અધિકાર
પણ માથે બેસીને જો છાણા થાપે
તો ખાવો પડે છોરુને  માર
જોઇ લેશું જોઇ લેશું - કહેનારા લોકોને
ઝટકામાં આજ જોઇ નાખ્યા
ભારતમાતા તણા પાલવ પર લાગેલા
ડાઘાને આજ ધોઇ નાખ્યા.
સાહેબે સાફ કરી નાખ્યા

સેના પર પથ્થર ને ગોળી ચલાવનારા
દરમાં ભરાઇ આજ બેઠા
પરદા પાછળથી જે ચાલતાતા ચાલ
હાથ એના પડ્યા છે આજ હેઠા
જેમના એ ગંદા ઇશારે જુવાનિયાએ
મોંઘેરા જીવ ખોઇ નાખ્યા
ભારતમાતા તણા પાલવ પર લાગેલા
ડાઘાને આજ ધોઇ નાખ્યા
સાહેબે સાફ કરી નાખ્યા

ભારતમાતા તણા સાળુના થીગડાને
દીકરાએ દૂર કરી દીધું
કરી બતાવ્યું આજ છપ્પનની છાતીએ
છાતી ઠોકીને હતું કીધું
શહીદોની માતાની આંખોમાં છલકાયાં
આંસુને આજ લોઇ નાખ્યા
ભારતમાતા તણા પાલવ પર લાગેલા
ડાઘાને આજ ધોઇ નાખ્યા.
- તુષાર શુક્લ

શબ્દોનો અદભૂત વૈભવ...

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્
બની બહારમ્, જલધારમ્
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્
તડિતા તારમ્, વિસ્તારમ્
ના લહી સંભારમ્, પ્યારો અપારમ્
નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી

શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં
બાદલ ભરસે, અંબરસેં
તરુવર વિરિવરસે, લતા લહરસે
નદિયાં પરસે, સાગરસેં
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં
લગત જહરસેં, દુઃખકારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી

ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા
પ્રેમ પ્રસરિયા, તન તરિયા
મથુરામેં ગરિયા, ફેરન ફરિયા
કુબજા વરિયા, વસ કરિયાં
વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા
મન નહિ ઠરિયા, હું હારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી

આસો મહિનારી, આસ વધારી
દન દશરારી, દરશારી
નવનિધિ નિહારી, ચઢી અટારી
વાટ સંભારી, મથુરારી
ભ્રખુભાન દુલારી, કહત પુકારી
તમે થીયારી તકરારી
કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુળ આવો ગિરધારી..

Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___