main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Wednesday, September 18, 2019

નવું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટેની જરૂરી માહિતી


નવું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે ની જરૂરી માહિતી
ક્રમ ઓનલાઇન લાઇસન્સ માર્ગદર્શક માહિતીડાઉનલોડ 
1ઓનલાઇન લાઇસન્સ કઢાવવા માટેની માર્ગદર્શક પુસ્તિકા
2આરટીઓ લાઇસન્સ કઢાવવા માટેની કોમ્પ્યુટર પરીક્ષાની પ્રશ્નોત્તરીની બુક ગુજરાતીમાં  મેળવવા માટે
3આરટીઓ લાઇસન્સ કઢાવવા માટેની કોમ્પ્યુટર પરીક્ષાની પ્રશ્નોત્તરીની બુક  હિન્દીમાં મેળવવા માટે
4આરટીઓ લાઇસન્સ કઢાવવા માટેની કોમ્પ્યુટર પરીક્ષાની પ્રશ્નોત્તરીની બુક અંગ્રેજીમાં  મેળવવા માટે
5કોઈપણ વાહનની વિગત મેળવવા માટે ઉપયોગી મોબાઈલ ફોન એપ્લિકેશન
6
7
8
9
10


અરજી ફોર્મ  
નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે.
અરજીદાતાએ લર્નીંગ અને ડ્રાઇવીંગ લાઇસન્સ લેવા માટે ઓનલાઇન અરજી કરવી. ફોર્મ નં. 1(એ)માં મેડીકલ સર્ટીફીકેટ આપવાનું રહેશે. ટ્રાન્સપોર્ટ ગુડ્સ વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સની જરૂર હોય ત્યારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી અથવા વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીનેઅરજી ફોર્મ અહીં મુલાકાત લોઃ https://parivahan.gov.in/parivahan/en
યોગ્યતા 
ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ.
ગીયર સાથેના દ્વીચક્રી વાહનો, મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ.
ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધો8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.
જરૂરી દસ્તાવેજો  
ઉમરનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, પાસપોર્ટ.
સરનામાનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એલઆઇસી પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઇટબિલ, ટેલિફોનબિલ, સરનામા સાથેનો મકાનો વેરો, સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.
ફી  
લર્નીંગ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે. લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી વત્તા રૂ.150 વાહનની કેટેગરીદીઠ આપવા જરૂરી છે.
સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂ.200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ.300 ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આપવા જરૂરી છે.
પરીક્ષાની પદ્ધતિ  
લર્નીંગ લાઇસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.
નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે.
ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે.
ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે.
જે વ્યક્તિ પાસે લર્નીંગ લાઇસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સમાં વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે, તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
➯ એલએલઆર(LLR) નમૂના પ્રશ્ન બેંક અહીં ક્લિક કરો.
કાયમી ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવીંગની પરીક્ષા આપવી ફરજીયાત છે
લર્નીંગ લાઇસન્સ મેળવનાર કોઇપણ વ્યક્તિ તેને મેળવવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકે છે.
જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે.
લર્નીંગ લાઇસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે.
   આ માહિતી ગુજરાત સરકાર ની વાહનવ્યવહાર કમિશ્નરશ્રી ની વેબસાઈટ પરથી લેવામાં આવી છે.




Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___